ઉપયોગ કરવાની શરતો

NHS COVID-19 ઍપ: ઉપયોગની શરતો

આ સેવાને જોઈને અને તેનો ઉપયોગ કરીને તમે ઉપયોગની શરતો સાથે સંમત થાઓ છો.

શરતો અંગેની સમજૂતી

NHS COVID-19 ઍપ (‘ઍપ’) અને સહાયક વેબસાઇટમાં (https://covid19.nhs.uk/) તમારું સ્વાગત છે (સાથે મળીને, 'સેવા'), જે એક સ્માર્ટફોન ઍપ્લિકેશન અને વેબસાઇટ છે. UK હેલ્થ સિક્યોરિટી એજંસી (‘UKHSA’, ‘અમે’, ‘અમારું’) એ કાનૂની ઉત્પાદક છે. આ ઍપ વેલ્સમાં NHS ટેસ્ટ, ટ્રેસ ઍન્ડ પ્રોટેક્શન (Test, Trace and Protection) અને ઇંગ્લૅન્ડમાં NHS ટેસ્ટ ઍન્ડ ટ્રેસ (Test and Trace) સેવાને સપોર્ટ કરે છે અને તમને યોગ્ય સલાહ પૂરી પાડશે.

અમે હ અવે સાથી સ્વાસ્થ્ય સેવાઓ સાથે કામ કરી રહ્યા છીએ, જેઓ જિબ્રાલ્ટર, જર્સી, ઉત્તર આયર્લૅન્ડ અને સ્કૉટલૅન્ડમાં ડિજિટલ કૉન્ટેક્ટ ટ્રેસિંગ ઍપ્સ પૂરી પાડે છે. ઍપના વપરાશકર્તાઓને યોગ્ય રીતે ઍલર્ટ કરવામાં આવે તેની ખાતરી કરવા માટે અમે સૌ ડિજિટલ કૉન્ટેક્ટ ટ્રેસિંગને સપોર્ટ કરવા માટે Apple અને Google ફંક્શનાલિટીનો ઉપયોગ કરીએ છીએ.

આ શરતો સેવાની સમગ્ર સામગ્રીને, સેવા દ્વારા નિર્મિત કોઈ પણ વેબ ફીડ્ઝ, સેવા સાથે તમે કરો એવા કોઈ પણ આદાનપ્રદાન અને સેવાને પૂરા પાડવામાં આવેલા કોઈ પણ અભિપ્રાય અથવા સુપરતીકરણને લાગુ પડે છે. આ સેવાને ડાઉનલોડ કરીને, જોઈને અને/અથવા તેનો ઉપયોગ કરીને તમે ઉપયોગની શરતો સાથે સંમત થાઓ છો.

હેતુ

આ ઍપ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી ઇંગ્લૅન્ડ અને વેલ્સના લોકોને (મુલાકાતીઓ સહિત) કોરોનાવાઇરસનો (COVID-19) ફેલાવો અટકાવવામાં મદદ મળે. તે લોકોને એવા લોકોની ઓળખ કરવામાં અને તેઓને માહિતગાર કરવામાં મદદ કરી છે જેઓ પોતે જે તે જગ્યાએ રહેતા હોવાના કારણે, જેઓ તેમની સાથે નજીકના સંપર્કમાં આવ્યા હોય અથવા એવાં સ્થળોની મુલાકાત લીધી હોઈ શકે જેના કારણે તેઓ જોખમ પર હોય અથવા હોઈ શકે.

ઍપ દ્વારા પૂરી પાડવામાં આવતી કોઈ પણ અધિસૂચનાઓ માત્ર પરામર્શ માટે જ છે. સૅલ્ફ-આઇસોલેટ થવું અથવા ટેસ્ટ કરાવવો તે સહિતની ઍપની સલાહ વિશે તમને ચિંતાઓ હોય તો તમે NHS 111, NHS 119 અથવા યોગ્ય સ્વાસ્થ્યસંભાળ પ્રોફેશનલનો સંપર્ક કરો એવી સલાહ આપવામાં આવે છે, જેઓ તમને યોગ્ય માહિતી પૂરી પાડી શકશે.

કોરોનાવાઇરસ વિશે અન્ય માર્ગદર્શન ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં NHS તરફથી ઉપલબ્ધ છે.

ઇંગ્લૅન્ડ અને વેલ્સના સંબંધિત કૉન્ટેક્ટ ટ્રેસિંગ કાર્યક્રમો એ બંને સાથે માહિતી વહેંચીને (ગોપનીય રીતે) વપરાશકર્તાઓ મહામારી પ્રત્યે સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રતિસાદને સમર્થન આપશે તેમજ ઍપ અપેક્ષા પ્રમાણે કામ કરી રહી છે તેની ખાતરી કરશે.

ઍપનો ઉપયોગ કરીને અને આ માહિતી વહેંચીને તમે તમારા સમુદાયને તંદુરસ્ત રાખવામાં અને જીવન બચાવવામાં મદદ કરવામાં એક અગત્યનું પ્રદાન કરશો.

આ ઍપ UK કન્ફર્મિટિ અસેસ્ડ (UKCA) છે અને યુનાઇટેડ કિંગડમમાં વર્ગ I તબીબી ઉપકરણ તરીકે અંકિત છે અને તેને મેડિકલ ડિવાઇસીઝ રૅગ્યુલેશન્સ 2002નું (SI 2002 નં 618, સુધારો કર્યા પ્રમાણે) અનુપાલન થાય તે રીતે બનાવવામાં આવી છે.

આ સેવા ગોપનીયતા નોટિસમાં આપેલી રૂપરેખા પ્રમાણેના હેતુઓ માટે જ છે (https://www.gov.uk/government/publications/nhs-test-and-trace-app-privacy-information).

આ ઍપનો તમે જે ઉપયોગ કરો છો તેનું નિયમન ઇંગ્લૅન્ડ અને વેલ્સના કાયદાઓ દ્વારા થાય છે.

ભાગીદાર સ્વાસ્થ્ય સેવાઓ સાથે કામ કરવું

જો કોરોનાવાઇરસ માટે તમારો ટેસ્ટ પૉઝિટિવ આવે અને તમે ઍપના અન્ય વપરાશકર્તાઓને ઍલર્ટ કરવા માટે પરવાનગી આપો તો અમે એ બાબતની ખાતરી કરવા માટે ભાગીદાર સ્વાસ્થ્ય સેવાઓ સાથે કામ કરીશું કે ઍપના બધા સંબંધિત વપરાશકર્તાઓ ઍલર્ટ મેળવે.

Apple અને Google ફંક્શનાલિટિનો ઉપયોગ કરીની અમે ખાતરી કરીએ છીએ કે તમારી ઓળખ ઍપના અન્ય વપરાશકર્તાઓ, ભાગીદાર સ્વાસ્થ્ય સેવાઓ અને સરકાર માટે ગોપનીય રહે.

અમારા ભાગીદારો આ પ્રમાણે છે:

 • જિબ્રાલ્ટર, જર્સી, ઉત્તર આયર્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ

ઍપનાં કાર્યો

ઍપનાં કાર્યો નીચે પ્રમાણે છે:

 • સંસર્ગ ઍલર્ટ જે તમને જણાવે છે કે તમે ઍપના અન્ય કોઈ વપરાશકર્તાની નજીક છો જેઓનો COVID-19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હોય
 • તમે COVID-19ના કોઈ પણ પૉઝિટિવ નિદાન વિશે (ગોપનીય રીતે) માહિતી આપી શકો તેનો વિકલ્પ, જેના કારણે ઍપના અન્ય વપરાશકર્તાઓ જાણી શકશે કે તેઓ ઍપના એવા અન્ય વપરાશકર્તાની નજીક હોઈ શકે છે જેઓનો COVID-19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હોય
 • તમારા સ્થાનિક વિસ્તારમાં COVID-19 વિશે તત્કાળ મળતી માહિતી
  1. જેમાં સેવાઓ માટેના દિશાનિર્દેશ અને તમારા વિસ્તાર માટેની માહિતીનો પણ સમાવેશ થાય છે. આ સેવાઓ અને માહિતી NHS COVID-19 ઍપ માટે ઉપયોગની શરતોના વ્યાપની બહાર છે અને તે તેમનાં પોતાનાં નિયમો અને શરતોને આધીન છે.
 • જે સત્તાવાર NHS QR કોડ પોસ્ટર દર્શાવતું હોય એવાં સ્થાનોમાં 'ચેક-ઇન' માટેનું એક સાધન, જે તમને મુલાકાત લીધેલાં સ્થળોનો રેકૉર્ડ રાખવા અને ત્યારબાદ કોઈ પણ ફાટી નીકળતા રોગચાળા વિશે ઍલર્ટ મેળવવા દે
 • તમને COVID-19 છે કે કેમ તે જોવા માટે સિમ્પ્ટમ ચેકર, જેની એકદમ નવીન સાર્વજનિક સ્વાસ્થ્ય સલાહને અનુરૂપ સમીક્ષા કરવામાં આવે છે અને અપડેટ કરવામાં આવે છે
 • COVID-19 ટેસ્ટ ઑર્ડર કરવા માટે સંબંધિત વેબસાઇટની લિંક
 • જો તમારે સૅલ્ફ-આઇસોલેટ થવાની જરૂર પડે તો તમારી કેટલો લાંબો સમય બાકી છે તે જણાવવા માટેની ઊલટી ગણતરી
 • તમે મેળવો તેવી સૅલ્ફ-આઇસોલેશન વિશેની સલાહને અપડેટ કરવા માટે રસીકરણની તમારી સ્થિતિ અને (જો 18 વર્ષથી ઓછી ઉંમરના હો તો) ઉંમર ઍન્ટર કરવાની ક્ષમતા;
 • તમે તબીબી રીતે બાકાત છો (સિવાય કે વેલ્સ) અથવા નૈદાનિક અજમાયશના ભાગ છો એવું જણાવવાની ક્ષમતા
 • જો વપરાશકર્તા આર્થિક સહાયતા માટે લાયક હોય તો વધુ માહિતી મેળવવા માટેનું કારણ (ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ ઍન્ડ ટ્રેસ સપોર્ટ પેમેન્ટ અથવા વેલ્સમાં સૅલ્ફ-આઇસોલેશન સપોર્ટ સ્કીમ (SISS))
 • જાહેર સ્વાસ્થ્યની કટોકટીનું નિયમન કરવા અને તેનો પ્રતિસાદ આપવામાં મદદ કરવા માટે ગુપ્ત રીતે માહિતીની વહેંચણી
 • કેટલાંક કાર્યો માટે રિમાઇન્ડર્સ સેટ કરવાની તથા કૉન્ટેક્ટ ટ્રેસિંગ જેવાં મહત્ત્વનાં કાર્યો માટે ઍપમાં વધારાની રિમાઇન્ડર્સ પૂરી પાડવાની ક્ષમતા.

કૃપા કરીને નોંધ લેશો: તમે ઍપમાં ઉંમર અથવા રસીની સ્થિતિ અંગેની જે માહિતી મૂકશો તેની ખરાઈ કરવા માટે અમે કોઈ પગલાં લેતાં નથી. તમે જે માહિતી પૂરી પાડશો તેની ચોકસાઈ માટે તમે જવાબદાર છો અને ઍપ દ્વારા પૂરી પાડવામાં આવતી સલાહ તમારા જાહેરનામા અનુસાર અપડેટ કરાશે.

તમારા ફોનની સામાન્ય કામગીરી પર ઍપને કારણે અસર થશે નહિ.

આ ઍપ બહારની વેબસાઇટોની લિંક પૂરી પાડે છે, જે તમે જ્યાં પ્રવેશો એવા પોસ્ટકોડ જિલ્લા દ્વારા નક્કી કરવામાં આવે છે. વેલ્શ અને ઇંગ્લિશ પોસ્ટકોડ એ બંને જિલ્લાઓ માટેની લિંક્સ સંબંધિત કૉન્ટેક્ટ ટ્રેસિંગ કાર્યક્રમો દ્વારા પૂરી પાડવામાં આવે છે.

સલાહ

કૃપા કરીને પૉઝ ફંક્શનાલિટીનો ઉપયોગ કરે છે, જે નીચેની સ્થિતિમાં કૉન્ટેક્ટ ટ્રેસિંગને અટકાવે છે:

 • તમે ભૌતિક આડશ દ્વારા ગ્રાહકો અને સાથીઓથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશો, જેમ કે પરસ્પૅક્સ સ્ક્રીન
 • બધા સ્વાસ્થ્યસંભાળ કર્મીઓ હૉસ્પિટલો અને જનરલ પ્રૅક્ટિશનરની સર્જરિ સહિત સ્વાસ્થ્યસંભાળની ઈમારતોમાં કામ કરતા હોય તે દરમિયાન તેઓએ ઍપ પૉઝ કરવી જોઈએ
 • તમે સ્વાસ્થ્ય અને સામાજિક સંભાળમાં એક કામદાર છો અને એક મેડિકલ ગ્રેડ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણ પહેરો છો, જેમ કે સર્જિકલ માસ્ક
 • તમારો ફોન લૉકર કે સમકક્ષ ખાનામાં મૂકવામાં આવે

જ્યારે આ બિલકુલ લાગુ પડતું ન હોય ત્યારે કૉન્ટેક્ટ ટ્રેસિંગ ફરીથી શરૂ કરવાનું (અનપૉઝ) યાદ રાખો. આ ઍપ તમને ટાઇમર અને રિમાઇન્ડર સેટ કરવાની અનુમતિ આપે છે. આ ઍપ પછીના દિવસે વધારાનીએ રિમાઇન્ડર પૂરી પાડશે.

ચેતવણી

આ ઍપ બ્લ્યૂટૂથની સુવિધા ધરાવતાં તબીબી ઉપકરણોમાં ખલેલ કરી શકે છે.

બ્લ્યૂટૂથની સુવિધા ધરાવતાં તબીબી ઉપકરણોમાં ખલેલના જોખમ વિશે તમે ચિંતિત હો તો વધુ માહિતી માટે સ્વાસ્થ્યસંભાળ ક્ષેત્રના વ્યાવસાયિક સાથે વાત કરો અથવા તમારા ઉપકરણના ઉત્પાદક પાસેથી સલાહ મેળવો.

ઍપના હાલના સંસ્કરણ વિશેની વિગતો ઍપની અંદર "આ ઍપ વિશે" વિભાગમાં મળી શકશે.

ગોપનીયતા

ઍપ કઈ રીતે વ્યક્તિગત ડેટા પર પ્રક્રિયા કરે છે અને ડેટા રક્ષણ કાયદાઓ હેઠળ ગોપનીયતા અને ગુપ્તતા માટેના તમારા અધિકારોનો કઈ રીતે આદર કરે છે તે વિશે વધુ માહિતી માટે કૃપા કરીને ગોપનીયતા નોટિસ જુઓ (https://www.gov.uk/government/publications/nhs-test-and-trace-app-privacy-information).

અસ્વીકાર

સેવા અથવા તો માહિતી, સામગ્રી અથવા સેવામાં સમાવિષ્ટ સાહિત્ય અથવા સેવા જેની સાથે જોડાયેલ હોય એવી કોઈ પણ વેબસાઇટ પરની સામગ્રીના કારણે ઉદ્ભવે અથવા તેના ઉપયોગ સાથેના સંબંધમાં થાય એવા કોઈ પણ દાવા, હાનિ, કોઈ પણ પ્રકારની માંગ કે નુકસાન (અમારી બેદરકારીએ માટે હોય તે સહિત) માટે કાયદા દ્વારા માન્ય મહત્તમ હદ સુધી અમે તમામ જવાબદારી અંગે અસ્વીકાર કરીએ છીએ અને તેને બાકાત રાખીએ છીએ. સેવાને હસ્તક માહિતી એ વપરાશકર્તા દ્વારા પૂરી પાડવામાં આવી હોય તે પ્રમાણે છે અને અમે તેની ચોકસાઈ માટે કોઈ જવાબદારી લેતા નથી.

સેવાની નિરંતરતા

સેવાની નિરંતરતા બાબતે અમે સ્પષ્ટ અથવા અંતર્નિહિત એવી કોઈ વૉરન્ટી કે પ્રસ્તુતિ આપતા નથી અને કાયદા દ્વારા માન્ય સંપૂર્ણ હદ સુધી, સેવાના સંદર્ભે કોઈ પણ અંતર્નિહિત વૉરંટીને આ સાથે બાકાત રાખવામાં આવે છે. કોઈ પણ સમયે અને કોઈ નોટિસ વિના કેટલીક અથવા બધી સેવાઓના ઍક્સેસને પડતો મૂકવા, તેનો અંત લાવવા અથવા અન્યથા તેને બદલવાનો અધિકાર અમે સુરક્ષિત રાખીએ છીએ.

ઉપયોગની આ શરતોમાં સુધારાઓ

અમે કોઈ પણ સમયે ઉપયોગની આ શરતોમાં સુધારો કરી શકીએ છીએ અને સેવાનો તમારા દ્વારા કરાતો નિરંતર ઉપયોગ એ આવી ઉપયોગની સુધારેલી શરતોનો સ્વીકાર થયો હોવાનું માનવામાં આવશે.

જ્યારે આ પાન પ્રકાશિત થાય ત્યારી આવા કોઈ પણ સુધારાઓ અમલી બનશે.

સુરક્ષા

જો તમે આ સેવા સાથેના સંબંધમાં સંભવિત સુરક્ષાની ભેદ્યતા વિશે જાણો અથવા સુરક્ષાની કોઈ ઘટનાની શંકા જાય તો કૃપા કરીને NHS COVID-19 ઍપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભેદ્યતા પ્રકટીકરણ કાર્યક્રમને અનુસરો. તમે HackerOne (https://hackerone.com/nhscovid19app) પર અમારી ભેદ્યતા પ્રકટીકરણ નીતિ વાંચી શકો છો.

તમે ઍપ, બૅકઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અથવા (https://hackerone.com/03351cb3-53e3-4bb8-8fcc-a226e3b528fc/embedded_submissions/new) દ્વારા વેબસાઇટ પર ભેદ્યતા અંગે જાણ કરી શકો છો.

આ સેવા સુરક્ષા સંબંધિત તપાસને આધીન રહી છે અને આ તપાસને આધીન રહેવાનું ચાલુ રહેશે.

29/11/2021 ના રોજ પ્રકાશિત