એપ શું કરે છે

ટ્રેસ

કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે, એપ યાદચ્છિક અનન્ય ID નો ઉપયોગ કરીને નજીકના અન્ય એપ વપરાશકર્તાઓને ઓળખી કાઢે છે અને નોંધ કરે છે. જો તે વપરાશકર્તાઓમાંથી કોઈપણની કોરોનાવાઈરસ (COVID-19) માટેની ટેસ્ટ પાછળથી સકારાત્મક આવે, તો તમને શું કરવું તે અંગેની સલાહ સાથે સંપર્કમાં આવ્યાની ચેતવણી મળશે.

જો તમે 18 વર્ષની નીચેની ઉંમરના છો, તો તમેન આ ચેતવણીને એક વિશ્વાસપાત્ર પુખ્ત વ્યક્તને બતાવવાની સલાહ અપાય છે.

ચેતવણી

જ્યારે તમે એપ માટે પહેલી વખત રજીસ્ટર કરશો ત્યારે તમને તમારા પોસ્ટકોડનો પહેલો અડધો ભાગ પૂછવામાં આવશે. તમે એપમાં દરરોજ એ જોઇ શકો છો કે તમે જે વિસ્તારમાં રહો છો તે કોરોનાવાઈરસ માટે ઊચ્ચ જોખમકારક બની ગયો છે કે નહીં. જો આમ થાય તો, તમને જાણ કરવા માટે એક નોટીફિકેશન પણ મળશે. આ તમારી જાતને અને તમે જેને ચાહો છો તેમને સુરક્ષિત કરવા માટે દૈનિક નિર્ણયો લેવામાં મદદ કરશે.

ચેક-ઇન

એપ જ્યારે તમે સ્થળના QR કોડનો ઉપયોગ કરીને “ચેક-ઇન” કરીને કોઇ સ્થળ પર જાવ છો ત્યારે રેકોર્ડ કરવાની પરવાનગી આપે છે. એપ કોઈપણ વ્યક્તિગત માહિતી રેકોર્ડ કર્યા વગર તમે સ્થળ પર પસાર કરેલો સમય રેકોર્ડ કરે છે. જો તમે હાલમાં એવા કોઈ સ્થળની મુલાકાત લીધી હોય કે જ્યાં તમે કોરોનાવાઈરસના સંપર્કમાં આવી શકો છો, તો તમે ચેતવણી મેળવશો.

લક્ષણો

જો તમને અસ્વસ્થતા લાગે, તો તમે એપનો તે ટેસ્ટવા માટે ઉપયોગ કરી શકો છો કે તમારા લક્ષણો કોરોનાવાઈરસ (COVID-19) થી સંબંધિત છે કે કેમ. એપ તમને સંભવિત લક્ષણોનું લિસ્ટ આપશે અને પછી તમને જે લાગુ પડે તે કોઇને તમે પસંદ કરી શકો છો. ત્યારબાદ તે તમને જણાવશે કે તમારા લક્ષણો સૂચવે કે તમને કોરોનાવાઇરસ હોઈ શકે કે કેમ.

ટેસ્ટ

જો તમને કોરોનાવાઈરસના લક્ષણો હોય, તો એપ તમને એક વેબસાઇટ પર લઈ જશે જ્યાં તમે તે જોવા માટે એક ટેસ્ટ બુક કરાવી શકો છો કે તમને કોરોનાવાઈરસ છે કે નહીં.

આઇસોલેટ થવું

જો તમને એપ દ્વારા સેલ્ફ-આઇસોલેટ થવાની સલાહ અપાઈ છે, તો એપ કાઉન્ટડાઉન ટાઈમર પ્રદાન કરે છે જેથી તમે એ ટ્રેક કરી શકો કે તમારે કેટલા સમય સુધી સેલ્ફ-આઇસોલેટ થવાની જરૂર છે. જ્યારે તમે તમારા સેલ્ફ-આઇસોલેટ થવાના સમયગાળાની સમાપ્તિ પર પહોંચશો, ત્યારે એપ તમને તાજેતરની સલાહની લિંક સાથે એક નોટીફિકેશન રીમાઇન્ડર મોકલશે.

 જો તમે 18 વર્ષની નીચેની ઉંમરના છો, તો તમેન આ ચેતવણીને એક વિશ્વાસપાત્ર પુખ્ત વ્યક્તને બતાવવાની સલાહ અપાય છે.